પાંચ મેચની T20 શ્રેણીની પહેલી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 101 રનથી હરાવ્યું. ઓડિશાના કટકમાં રમાયેલી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 175 રન બનાવ્યા હતા. 176 રનના લક્ષ્યાંકના જવાબમાં, દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 74 રનમાં ઓલઆઉટ થઈ હતી. અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે બે-બે વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ માત્ર 28 બોલમાં 59 રનની ઇનિંગ રમી હતી. હાર્દિક પંડ્યાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. T20 શ્રેણીની બીજી મેચ ગુરુવારે સાંજે 7 વાગ્યે ચંદીગઢમાં રમાશે.
Site Admin | ડિસેમ્બર 10, 2025 8:31 એ એમ (AM)
કટકમાં રમાયેલી દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 ક્રિકેટ મેચમાં ભારતનો 101 રને શાનદાર વિજય