ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 31, 2025 6:55 પી એમ(PM)

printer

કઝાખસ્તાનમાં રમાયેલી નિશાનેબાજ સ્પર્ધામાં અમદાવાદનાં એલાવેનિલ વલારિવાને બીજો ઍશિયન ખિતાબ જીત્યો.

કઝાખસ્તાનમાં યોજાયેલી 16-મી ઍશિયન નિશાનેબાજ સ્પર્ધામાં ભારતે ઐતિહાસિક સિદ્ધિ મેળવી. આ સ્પર્ધામાં પહેલી વાર 50 સુવર્ણ ચંદ્રક જીતીને ભારત ટોચ પર રહ્યું. સિનિયર ટીમમાં ભવ્ય પ્રદર્શન કરીને અમદાવાદનાં એલાવેનિલ વલારિવને મહિલા ઍર રાઈફલમાં ઍશિયન વિક્રમ સાથે બીજો ઍશિયન ખિતાબ પણ જીત્યો. તેમણે મિશ્ર ટીમ સ્પર્ધામાં અર્જૂન બાબૂતા સાથે સુવર્ણ ચંદ્રક પણ જીત્યો.
જ્યારે નીરુ ઢાન્ડાએ મહિલા ટ્રેપ સ્પર્ધામાં ભારત માટે ઍશિયન સ્પર્ધામાં પહેલો સુવર્ણ ચંદ્રક મેળવ્યો. ઉપરાંત ભારતના અંકુર મિત્તલે ગઈકાલે છેલ્લા દિવસે પુરુષોની ડબલ ટ્રૅપ સ્પર્ધામાં વિશ્વ વિક્રમ સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો.