કઝાકિસ્તાનમાં આયોજિત એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા શૂટર્સે 25 મીટર પિસ્તોલ જુનિયર વ્યક્તિગત ઇવેન્ટમાં સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રક જીત્યા.
પાયલ ખત્રીએ સુવર્ણ, નામ્યા કપૂરે રજત અને તેજસ્વિનીએ ફાઇનલમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. આ ત્રણેયે ટીમ ઇવેન્ટમાં પણ સુવર્ણ ચંદ્રક જીત્યો છે.
ભૌનીશ મેંદિરત્તાએ પુરુષોની ટ્રેપ ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો. મહિલા ટ્રેપ ઇવેન્ટમાં, નીરુ ઢાંડાએ સુવર્ણ અને આશિમા અહલાવતે કાંસ્ય ચંદ્રક જીત્યો છે.
અગાઉ, મનુ ભાકર, એશા અને સિમરનપ્રીત કૌર બ્રારની ભારતીય ત્રિપુટીએ 25 મીટર પિસ્તોલ મહિલા સિનિયર ટીમ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
Site Admin | ઓગસ્ટ 26, 2025 10:49 એ એમ (AM)
કઝાખસ્તાનમાં એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા શૂટર્સે 25 મીટર પિસ્તોલ જુનિયર વ્યક્તિગત ઇવેન્ટમાં સુવર્ણ,રજત અને કાંસ્ય ચંદ્રક જીત્યા
