કઝાખસ્તાનના શ્યામકેન્ટમાં એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં આજે ભારતીય પુરુષ એર રાઇફલ ટીમના અર્જુન બાબુતા, રુદ્રાંક પાટિલ અને કિરણ જાધવે પુરુષોની 10 મીટર એર રાઇફલમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. ત્રણેય નિશાનેબાજે કુલ 1892.5નો સ્કોર કરીને ચીનના 1889.2 સ્કોરને હરાવ્યો, જે લી ઝિયાનહાઓ, લુ ડિંગકે અને વાંગ હોંગહાઓની ત્રિપુટી દ્વારા બનાવવામાં આવ્યો હતો.
દરમિયાન, માનસી રઘુવંશીએ સુવર્ણ ચંદ્રક જીત્યો, જ્યારે યશસ્વી રાઠોડે મહિલા જુનિયર સ્કીટ સ્પર્ધામાં ભારત માટે 1-2થી કાંસ્ય ચંદ્રક જીત્યો. માનસીએ ફાઇનલમાં 53નો સ્કોર કરીને વિજેતા બન્યો. જ્યારે યશસ્વીએ 52નો સ્કોર કરીને કઝાખસ્તાનનાં લિદિયા બશારોવા (૪૦) થી આગળ બીજા સ્થાને રહ્યાં..
Site Admin | ઓગસ્ટ 21, 2025 7:48 પી એમ(PM)
કઝાખસ્તાનમાં એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓએ સુવર્ણ ચંદ્રક જીત્યો
