કઝાકિસ્તાનના શિમકંદમાં ૧૬મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ચેમ્પિયનશિપમાં ભારત પહેલીવાર 50 સુવર્ણ ચંદ્રકો જીતીને મેડલ ટેલીમાં ટોચ પર રહ્યું છે. ભારતે 26 રજત અને 23 કાંસ્ય ચંદ્રકો સહિત કુલ 99 ચંદ્રકો જીત્યા છે. કઝાકિસ્તાન બીજા અને ચીન ત્રીજા સ્થાને રહ્યું છે.
દરમ્યાન ભારતના અંકુર મિત્તલે ગઈકાલે છેલ્લા દિવસે પુરુષોની ડબલ ટ્રેપ ઇવેન્ટમાં વિશ્વ રેકોર્ડ સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. સિનિયર ટીમના શાનદાર પ્રદર્શનમાં મહિલા એર રાઇફલમાં એશિયન રેકોર્ડ સાથે ઇલાવેનિલ વાલારિવનનું બીજું એશિયન ટાઇટલ શામેલ છે. તેણીએ મિશ્ર ટીમ ઇવેન્ટમાં અર્જુન બાબુતા સાથે સુવર્ણ ચંદ્રક પણ જીત્યો હતો. નીરુ ધાંડાએ મહિલા ટ્રેપ ઇવેન્ટમાં એશિયન ચેમ્પિયનશિપમાં ભારતનો પહેલો સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. સિફ્ટ કૌર સમરાએ મહિલાઓની 50 મીટર રાઇફલ થ્રી-પોઝિશનમાં પોતાનું પહેલું એશિયન ટાઇટલ જીત્યું હતું, જ્યારે ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમરે 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન ટાઇટલ જાળવી રાખ્યું હતું. મનુ ભાકરે ત્રણ કાંસ્ય ચંદ્રકો જીત્યા હતા. એશિયન ચેમ્પિયનશિપ માટે ભારતીય સિનિયર શૂટિંગ ટુકડીના 35 સભ્યોએ 15 ઇવેન્ટમાં ભાગ લીધો હતો.
Site Admin | ઓગસ્ટ 31, 2025 8:51 એ એમ (AM)
કઝાકિસ્તાનના શિમકંદમાં ૧૬મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારત પહેલીવાર સુવર્ણચંદ્રકો જીતી પ્રથમ સ્થાને
