કઝાકિસ્તાનથી આવેલા હેરિયર પંખીઓ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના મહેમાન બન્યા

ભાવનગરના વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં કઝાકિસ્તાનથી આવેલા બારસો જેટલા હેરિયર પંખીઓ મહેમાન બન્યા છે. રેન્જ ઓફિસર ડી. જી. ગઢવીએ જણાવ્યું હતું કે, વર્ષાઋતુ પૂર્ણ થવા સાથે અને શિયાળાની ઋતુના આગમન થતાં વેળાવદર ઉદ્યાન અને આસપાસના ઈકો ઝોનમાં હેરિયર પંખીઓ મહેમાનગતિ માણવા આવી પહોંચતા હોય છે. અત્યાર સુધીમાં અનેક પંખીઓ સતત ઊડાન ભરીને હિમાલયની પર્વતમાળા ઓળંગીને શિયાળો ગાળવા વેળાવદર પહોંચ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.