હવામાન વિભાગે રાજ્યમાં 27 ઓગસ્ટ સુધી માટે ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં આજે ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું.જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, મોરબી, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં યલો એલર્ટ અપાયું છે.એકસાથે 5 સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડો એ. કે. દાસે જણાવ્યુ હતું.
Site Admin | ઓગસ્ટ 22, 2025 11:04 એ એમ (AM)
કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં આજે ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ