ઓગસ્ટ 21, 2025 7:20 પી એમ(PM)

printer

કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 27 ઑગસ્ટ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. આવતીકાલે કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની વકી છે. માછીમારોને પણ આગામી 25 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.