રાજ્યભરમાં આજે અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ થયાના અહેવાલ છે. તેવામાં  હવામાન ખાતાએ આવતીકાલે સમગ્ર કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં છૂટાછવાયા સ્થળ પર અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે પાટણ,મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ગાંધીનગર અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદની શક્યતા છે.
     દરમિયાન આજે સાંજે છ વાગ્યા સુધીમાં 209 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ 7 ઇંચ જેટલો વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં થયાના અહેવાલ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 99 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે.
Site Admin | સપ્ટેમ્બર 6, 2025 7:50 પી એમ(PM)
કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહી
 
		