ડિસેમ્બર 30, 2025 7:30 પી એમ(PM)

printer

કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં આવતીકાલે હળવા વરસાદની આગાહી.

હવામાન વિભાગે આવતીકાલે કચ્છ, દેવભૂમિદ્વારકા, જામનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં છૂટાછવાયા સ્થળ પર હળવા વરસાદની આગાહી કરી છે. વિભાગના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું, હાલમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય છે. તેના કારણે મધ્ય ટ્રૉપોસ્ફિયર એટલે કે, પૃથ્વીના વાતાવરણનું સૌથી નીચેના સ્તર દરિયાઈ સપાટીથી 5.8 કિલોમીટર પર પસાર થતી પ્રણાલિને કારણે રાજ્યમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે.