કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રિપેરિંગ અને પુનઃ સ્થાપિત કરવા માટે ભુજ નગરપાલિકા દ્વારા જેસીબી, ટ્રેક્ટર સહિતના સાધનોથી રાત- દિવસ કામગીરી કરાઇ રહી છે. કચ્છ જીલ્લામાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે.
ભરુચ જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ અને જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ ઓવરટોપીંગ અને તકેદારીના ભાગરૂપે બંધ કરાયા છે. આ ઉપરાંત, કાદવ- કીચડના કારણે રોગચાળો ફેલાય નહીં તે માટે ભરૂચ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ભરૂચ ગોલ્ડન બ્રીજ પર નર્મદા નદીની સપાટી 20 ફૂટે પહોંચી છે, જેની ભયજનક સપાટી 24 ફૂટ છે, જેથી વહીવટીતંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે નદીકાંઠાના ગામોને સાવચેત કરાયા છે.
ખેડા જિલ્લામાં વરસાદ અને પૂરની સ્થિતિને લઈને થયેલા નુકસાનના સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સહાય વિતરણ કરવાનું ચાલુ કરવામાં આવેલ છે. તો આરોગ્ય વિભાગ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે.
તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં પડેલ ભારે વરસાદને પગલે પૂરથી અસરગ્રસ્ત લોકોનુ રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે..સાંસદ પ્રભુ વસાવાએ વહિવટી તંત્રના અધિકારીઓ સાથે ગામની મુલાકાત લઈ નુકશાની અંગે સમીક્ષા કરી હતી.
છોટા ઉદેપુર જીલ્લામાં એમજીવીસીએલ દ્વારા ૨૮ હજારથી વધુ ટ્રાન્સફોર્મર થકી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2024 7:46 પી એમ(PM)
કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રિપેરિંગ અને પુનઃ સ્થાપિત કરવા માટે ભુજ નગરપાલિકા દ્વારા જેસીબી, ટ્રેક્ટર સહિતના સાધનોથી રાત- દિવસ કામગીરી કરાઇ
