કચ્છ જિલ્લાનું ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભાવનગર ખાતેથી આ સોલર વિલેજનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ ધોરડો ગામના 100 ટકા રહેણાંક હેતુના વીજજોડાણોનું સોલરાઇઝેશન કરાયું છે. આ પ્રોજેક્ટ થકી ધોરડોના 81 રહેણાંક ઘરો માટે 177 કિલોવોટની સોલાર રૂફટોપ કેપેસિટી મળશે. આ અંગે ગામના સરપંચ મિંયા હુસેને જણાવ્યું કે, હવે આખા ગામના ઘરોમાં સોલાર રૂફટોપ લાગવાથી લોકોનું બિલ સાવ ઓછું થઇ જશે અને તેનાથી ગામના લોકોને ઘણો ફાયદો થશે.
અગાઉ મહેસાણાનું મોઢેરા, ખેડાનું સુખી અને બનાસકાંઠાનું મસાલી ગામ સોલાર વિલેજ તરીકે જાહેર થયા હતા.
Site Admin | સપ્ટેમ્બર 19, 2025 7:38 પી એમ(PM)
કચ્છ જિલ્લાનું ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું