કચ્છ જિલ્લાના રણકાંધી વિસ્તારના કેટલાંક ગામડાંઓમાં એક વિશિષ્ટ ખગોળીય ઘટના નોંધાઈ છે. કચ્છના આકાશમાં વહેલી સવારે 3 વાગીને 12 મીનીટે અચાનક તેજસ્વી પ્રકાશ પૂંજ જોવા મળ્યો હતો. કેટલીક ક્ષણો માટે દિવસ ઊગી નીકળ્યો હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. આ ઘટના વિવિધ સીસીટીવી કેમેરાઓમાં પણ કેદ થઈ હતી.
જાણીતા ખગોળશાસ્ત્રી નરેન્દ્ર ગોરે આકાશવાણીને જણાવ્યું કે, ઉલ્કાનો મોટો ટુકડો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સળગ્યો હોવાનું અને આ દરમ્યાન તેના બે ટુકડા થયા હોવાનું જણાય છે.
Site Admin | માર્ચ 17, 2025 7:02 પી એમ(PM) | કચ્છ
કચ્છ જિલ્લાના રણકાંધી વિસ્તારના કેટલાંક ગામડાંઓમાં એક વિશિષ્ટ ખગોળીય ઘટના નોંધાઈ
