કચ્છ જિલ્લાના માંડવીના એક જહાજમાં સોમાલિયા નજીક બનેલી આગની ઘટનામાં તમામ ખલાસીઓનો બચાવ થયો. જહાજમાં સવાર તમામ 16 ખલાસીઓએ પોતાનો જીવ બચાવવા માટે દરિયામાં કૂદી પડ્યા હતા. ત્યારે સ્થાનિક તટ રક્ષક અને અન્ય એક જહાજની મદદથી તમામ ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા.માંડવીની હાજી એન્ડ સન્સ પેઢીનું ‘ફઝલે રબ્બી જહાજ સોમાલિયાના કિસ્માયુ બંદરેથી દુબઈ જવા રવાના થયું હતું. બંદરથી આઠ નોટિકલ માઈલ દૂર પહોંચતા જ જહાજના એન્જિનમાં ટર્બો ફાટવાને કારણે અચાનક આગની ઘટના બની હતી.
Site Admin | ઓક્ટોબર 30, 2025 3:55 પી એમ(PM)
કચ્છ જિલ્લાના માંડવીના એક જહાજમાં સોમાલિયા નજીક બનેલી આગની ઘટનામાં તમામ ખલાસીઓનો બચાવ થયો.