હવામાન વિભાગે આજે કચ્છ, બનાસકાંઠા, દેવભૂમિદ્વારકા અને જામનગરમાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે તેમજ પાટણ, સાબરકાંઠા, મોરબી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની આગાહી કરી છે.સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 30 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે 18 બંધ હાઈ અલર્ટ, 15 બંધ અલર્ટ અને 12 બંધ ચેતવણી પર છે.
Site Admin | જૂન 28, 2025 8:57 એ એમ (AM)
કચ્છ અને બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકાના છુટછવાયા સ્થળોએ આજે અતિભારે વરસાદની આગાહી