કચ્છમાં રમાઈ રહેલી મહિલાઓની રાષ્ટ્રીય કક્ષાની સિનિયર હૅન્ડબૉલની સ્પર્ધાનું આજે સમાપન થશે. ગુજરાત અને પંજાબની ટીમ આ સ્પર્ધાની ફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યારે 25 રાજ્યની ટીમ સ્પર્ધામાંથી બહાર થઈ છે.
અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે, ગઈકાલે સવારના સત્રમાં છ મૅચ રમાઈ, જેમાં કાંટાની ટક્કર જોવા મળી. યજમાન ગુજરાત અને લડાયક પંજાબ ફાઈનલમાં પહોંચતા આજે ફાઈનલ મુકાબલો થશે. સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુ પટેલ, જિલ્લાના અધિકારીઓ સહિતની ઉપસ્થિતીમાં વિજેતા સહિતના ખેલાડીઓને વિજયચિહ્ન અને ઈનામ આપવા સાથે રંગારંગ સમાપન સમારોહ યોજાશે.
Site Admin | જુલાઇ 3, 2025 8:42 એ એમ (AM)
કચ્છમાં રમાતી મહિલા નેશનલ હૅન્ડબૉલ સ્પર્ધામાં ગુજરાત અને પંજાબની ટીમ ફાઈનલમાં પહોંચી
