ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 2, 2025 8:25 એ એમ (AM)

printer

કચ્છમાં રમાતી મહિલા નેશનલ હૅન્ડબૉલ સ્પર્ધાના બીજા રાઉન્ડમાં ગુજરાત સહિત આઠ રાજ્યની ટીમે આગેકૂચ કરી

કચ્છમાં રમાઈ રહેલા રાષ્ટ્રીય સિનિયર મહિલા હૅન્ડબૉલ સ્પર્ધામાં ચાર કચ્છી ખેલાડીઓ રાજ્યની ટીમ વતી રમી રહ્યાં છે. રાજ્યમાં પહેલીવાર રમાતી આ સ્પર્ધાના વિવિધ રાઉન્ડની 38 મૅચમાં આઠ રાજ્યનું શાનદાર પ્રદર્શન રહ્યું. સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પંજાબ, હિમાચલ, હરિયાણા, બિહાર, છતીસગઢ, મધ્યપ્રદેશ, દિલ્હી અને યજમાન ગુજરાતે આગેકૂચ કરી.
રાષ્ટ્રીય કૉચ સી.પી. સિંઘે જણાવ્યું, સ્પર્ધાના નિરિક્ષકોએ ઉત્કૃષ્ટ મહિલા ખેલાડીઓને દેશની હૅન્ડબૉલ માટે પસંદ કરતા નામો તારવ્યા હતા. તેને હવે વિશિષ્ટ તાલીમ બાદ રાષ્ટ્રમંડળ રમત એટલે કે, કૉમનવેલ્થ અને ઑલિમ્પિક સ્પર્ધાઓની તૈયારીઓ કરાવાશે. રાજ્યની ટીમમાં કચ્છનાં મહિમા ડુડીયા, મહિમા પટેલ, સંગીતા વાઘજીયાણી અને રસીલા મેપાણીનો સમાવેશ થાય છે.