કચ્છના ગાંધીધામમાં આજથી ગુજરાત રાજ્ય અને આંતર-જિલ્લા ટૅબલ ટૅનિસ સ્પર્ધાનો પ્રારંભ થયો. હરેશ સંગતાણી રમતગમત સંકુલ ખાતે યોજાયેલી આ સ્પર્ધાનું આયોજન ગુજરાત રાજ્ય ટૅબલ ટૅનિસ સંગઠન- G.S.T.T.A.ના સંયુક્ત ઉપક્રમે કરાયું છે.
આ મહિનાની 17 તારીખ સુધી યોજાનારી આ સ્પર્ધામાં રાજ્યના ટોચના ખેલાડી ધૈર્ય પરમાર, ચિત્રાક્ષ ભટ્ટ, ફ્રેનાઝ છિપીયા, ઓઇશિકી જોઆરદાર, ફિલઝાહ ફાતિમા કાદરી, અભિલાષ રાવલ, નામના જયસ્વાલ અને જયનીલ મહેતા સહિત 13 જિલ્લાના 550 થી વધુ ખેલાડી ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધા વર્તમાન ટીટી કૅલેન્ડરના મહત્તમ રૅન્કિંગ પૉઈન્ટ માટે મહત્વની સાબિત થશે.
Site Admin | ઓક્ટોબર 14, 2025 7:13 પી એમ(PM)
કચ્છમાં આજથી ગુજરાત રાજ્ય અને આંતર-જિલ્લા ટૅબલ ટૅનિસ સ્પર્ધાનો પ્રારંભ
