જુલાઇ 14, 2025 9:54 એ એમ (AM)

printer

કચ્છમાંથી 58 લાખ રૂપિયાના હેરોઇન સાથે પંજાબના બે આરોપીઓ ઝડપાયાં

કચ્છમાંથી ફરી નશાકારક દ્રવ્યોનો જથ્થો ઝડપાયો છે. ગાંધીધામના રેલવે ઓવરબ્રિજ પાસે 58 લાખના હેરોઈનના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યાં છે. પોલીસે પંજાબના તરનતારનના કુલવીંદરસિંગ હરદેવસિંગ અને લખવીન્દરસિંગ ગુરમાનસિંગની આ જથ્થા સાથે ધરપકડ કરી છે. પોલીસે બંનેની કડક પૂછપરછ હાથ ધરીને હેરોઇનની જથ્થો ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તેની તપાસ કરીને નશાના વેપારના નેટવર્કની માહિતી મેળવવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.