ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 19, 2025 7:05 પી એમ(PM)

printer

કચ્છનું કંડલા બંદર ડ્રોન વિરોધી કવચથી સુરક્ષિત થશે.

કચ્છનું કંડલા બંદર ડ્રોન વિરોધી કવચથી સુરક્ષિત થશે. વહીવટી તંત્ર દ્વારા આ માટેની જરૂરી કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. દુશ્મન દેશના ડ્રોનના સિગ્નલ જામ કરી ડ્રોનને 15 કિલોમીટર દૂરથી જ નષ્ટ કરી શકાય તેવી સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે. તે માટે માતબર રકમની ફાળવણી પણ કરવામાં આવી છે અને ચાર ડ્રોન વિરોધી સિસ્ટમ તૈનાત કરાશે.
ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન કંડલા બંદરે દુશ્મન દેશનાં ડ્રોન દેખાયાં હતાં. જો કે, તમામ ડ્રોનને તોડી પાડવામાં આવ્યાં હતાં. પરંતુ હવે દુશ્મન દેશના કારસાને નિષ્ફળ બનાવવા માટે ડ્રોન વિરોધી સિસ્ટમ તૈનાત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.