રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છ જિલ્લાના સરહદી ગામોની મુલાકાત દરમિયાન લખપત તાલુકાના કપુરાશી ગામ ખાતે કપૂરાશી અને કોરિયાણી ગ્રામજનો સાથે સંવાદ કર્યો.આ પ્રસંગે શ્રી સંઘવીએ જણાવ્યું, સરહદી ગામોનો વિકાસ કેવી રીતે કરી શકાય તે ઉદ્દેશ સાથે 30થી વધુ IPS અધિકારીઓ ગામોમાં સભા સંવાદ યોજીને નાગરિકોની સમસ્યાઓથી અવગત થયા છે. સરહદી ગામોના નાગરિકોના રાષ્ટ્રપ્રેમને બિરદાવતા તેમણે કહ્યું, કચ્છના સરહદી ગામોએ ‘સરહદના સંત્રી’ની ભૂમિકા અદા કરી છે.
Site Admin | નવેમ્બર 7, 2025 9:20 એ એમ (AM)
કચ્છની મુલાકાત લેતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, સરહદી ગામોએ ‘સરહદના સંત્રી’ની ભૂમિકા અદા કરી છે