સીમા સુરક્ષા દળને આગામી પાંચ વર્ષમાં વિશ્વનું સૌથી આધુનિક સુરક્ષા દળ બનાવવા સરકાર પ્રતિબદ્ધ છે અને એ દિશામાં કેન્દ્ર સરકારે કામગીરી પણ આરંભી દીધી છે તેમ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સિરક્રીક વિસ્તારમાં નવા બનેલા ઓપી ટાવર્સનું ઉદ્ઘાટન કરતાં આ મુજબ કહ્યું હતું.કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ ખાવડા બીઓપીની મુલાકાત લેવા સાથે સિરક્રીક વિસ્તારમાં 1165, 1166, 1169, દાફા અને સમુદ્રી સરહદ વિસ્તારમાં બનેલા નિત્યાનંદ રાયે બીએસએફના જવાનોને સંબોધન કરી ઓપરેશન સિંદૂર દરમિયાન તેમના દ્વારા દેખાડવામાં આવેલા અદમ્ય સાહસની પ્રશંસા કરી હતી.ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, ક્રીકના દુર્ગમ પ્રદેશમાં નવા ઓપી ટાવર્સના સમયસર અને ગુણાત્મક બાંધકામને સુનિશ્ચિત કરવા માટે સીપીડબલ્યુડી દ્વારા કરેલા પ્રયાસોને પણ તેમણે બિરદાવ્યા હતા.
Site Admin | જાન્યુઆરી 14, 2026 9:22 એ એમ (AM)
કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે, સીમા સુરક્ષા દળને આગામી 5 વર્ષમાં વિશ્વનું સૌથી આધુનિક સુરક્ષા દળ બનાવવા સરકાર પ્રતિબદ્ધ