કચ્છ જિલ્લાના ડુમરા ખાતેની પી.એમશ્રી જવાહર નવોદય વિદ્યાલયના 29 વિદ્યાર્થીઓની રમત-ગમત સ્પર્ધામાં રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી થઈ છે. આ વિદ્યાર્થીઓએ નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા યોજાયેલી કલસ્ટર અને પ્રાદેશિક સ્તરે કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, ચેસ અને એથ્લેટીકસની વિવિધ રમતોમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.
આ વિદ્યાર્થીઓ હવે છતીસગઢ, હિમાચલપ્રદેશ, ઓડીશા, ઉત્તરપ્રદેશ અને હરિયાણા ખાતે સ્પર્ધામાં ભાગ લેશે.
Site Admin | ઓગસ્ટ 5, 2025 7:37 પી એમ(PM)
કચ્છની જવાહર નવોદય વિદ્યાલયના 29 વિદ્યાર્થીઓની રમત-ગમત સ્પર્ધામાં રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી