કચ્છના સુરજબારી ધોરીમાર્ગ પર ગાંધીધામથી મોરબી તરફ જતું LPG ગેસ ટેન્કર પલટી જતા બનેલી આગની ઘટનામાં ચાલકનું મોત થયું હોવાની આશંકા છે. વહેલી સવારે બનેલી આ ઘટનામાં પ્રચંડ વિસ્ફોટથી નજીકની હોટેલમાં પાર્ક થયેલા 6 અને ટેન્કર મળી 7 જેટલા વાહનોમાં આગ ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં અગ્નિશમન દળ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
બીજી તરફ ભરૂચ જિલ્લાના વાલિયા ગામના મુખ્ય બજારમાં ભંગારમાં ફટાકડાના તણખા બાદ આગ લાગતા દોડધામ મચી હતી.જો કે સ્થાનિકોએ ગ્રામ પંચાયત અને અગ્નિશમન વિભાગમાં જાણ કરતા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો હતો.
Site Admin | ડિસેમ્બર 1, 2025 3:02 પી એમ(PM)
કચ્છના સુરજબારી ધોરીમાર્ગ પર ગાંધીધામથી મોરબી તરફ જતું LPG ગેસ ટેન્કર પલટી જતા બનેલી આગની ઘટનામાં ચાલકનું મોત…