કચ્છના રણોત્સવમાં ચાર ડિસેમ્બર 2025થી 15 જાન્યુઆરી 2026 સુધી સખી ડ્રાફ્ટ બજારનું આયોજન કરાયું હતું. એક મહિનામાં આ બજારમાં પાંચ કરોડ રૂપિયાથી વધુનું વેચાણ કરાયું છે. અત્યાર સુધી ચાર લાખ 50 હજારથી વધુ લોકોએ સખી ક્રાફ્ટ બજારની મુલાકાત લીધી છે.સખી ડ્રાફ્ટ બજારમાં વિવિધ સ્વસહાય જૂથ સાથે સંકળાયેલી બહેનોએ બનાવેલી વસ્તુઓના વેચાણ માટે વિશાળ ડૉમમાં 100 જેટલી હાટડીની વ્યવસ્થા કરવામાં આવી. રાજ્યની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના હેતુથી યોજાયેલા બજારમાં અત્યાર સુધી પાંચ કરોડ રૂપિયાથી વધુનું વેચાણ થયું છે. આ બજારમાં હસ્તકળા અને હાથવણાટથી લઈને માટીના વાસણ, ઘરેણા અને ઘરને સજાવવા સહિત ખાદ્યસામગ્રીનું વેચાણ થયું. તેમજ સખી ડ્રાફ્ટ બજારમાં પરંપરાગત હસ્તકળા અને આધુનિક ડિઝાઇનનું અનોખું સંયોજન જોવા મળ્યું હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
Site Admin | જાન્યુઆરી 23, 2026 11:21 એ એમ (AM)
કચ્છના રણોત્સવમાં ગત મહિનામાં આયોજિત સખી ડ્રાફ્ટ બજારમાં પાંચ કરોડ રૂપિયાથી વધુનું વેચાણ કરાયું