જાન્યુઆરી 16, 2026 3:12 પી એમ(PM)

printer

કચ્છના રણમાં સેનાના જવાનો દ્વારા આ વર્ષે પણ સાહસિક લૅન્ડ યોટિંગ અભિયાનનો આરંભ કરાયો.

કચ્છના રણમાં સેનાના જવાનો દ્વારા આ વર્ષે પણ સાહસિક લૅન્ડ યોટિંગ અભિયાનનો આરંભ કરાયો છે. 78-મા ભારતીય સેના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ સાહસિક અભિયાન આગામી 20 જાન્યુઆરી સુધી ચાલશે. તેમાં સેનાના 21 જવાન 400 કિલોમીટરનું અંતર કાપશે.
અભિયાન દરમિયાન જવાનો રણની કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓનો અનુભવ કરશે. તેમજ પોતાની શારીરિક ક્ષમતા, ધીરજને વધુ મજબૂત બનાવશે. સાહસથી ભરપૂર આ અભિયાન દ્વારા પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવાશે.
46 ઍર ડિફેન્સ રેજિમેન્ટના સંચાલન હેઠળ આયોજન પ્રસંગે 617 ઍર ડિફેન્સબ્રિગેડના કમાન્ડર બ્રિગેડિયર અજય વર્માના હસ્તે અભિયાનમાં ભાગ લેનારા જવાનોનું સન્માન કરાયું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.