ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ફેબ્રુવારી 21, 2025 6:04 પી એમ(PM) | અકસ્માત

printer

કચ્છના ભુજ-મુંદ્રા રોડ પર સર્જાયેલા ગંભીર અકસ્માતમાં  પાંચ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ થઇ

કચ્છના ભુજ-મુંદ્રા રોડ પરના કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ, ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં પાંચ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ થઇ છે. 24 જેટલા લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. ચારેક લોકો ની હાલત ગંભીર છે. કન્ટેનરને ઓવરટેક કરવા જતા મિની બસને નડેલા અકસ્માતને કારણે બસનો અડધોભાગ તૂટી ગયો હતો.મિની બસમાં ચાલીસેક લોકો જઈ રહ્યા હતા.. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને કલેક્ટરઘટના સ્થળે ધસી ગયા હતા.પોલીસે 24 જેટલા ઇજોગ્રસ્તોને સારવાર મટે ભુજની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યાં હતાં.