કચ્છના ભુજમાં રણકાંધી વિસ્તારના આકાશમાં મોડીરાત્રે ત્રણ વાગીને બાર મિનિટે અદભૂત પ્રકાશિત ચમકારો થયો હતો. તારો ખરવા જેવી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આ મુદ્દે ખગોળશાસ્ત્રીઓએ કહ્યું, આકાશમાં ઉલ્કા પડવાની ઘટના હોઈ શકે છે, ત્યારે આ અદભુત આકાશી ચમકારાથી લોકો અચંબિત થયા હતા.
અમારા કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટ્ટણી જણાવે છે કે રાત્રે 3 વાગ્યાની આસપાસ આકાશમાંથી જાણે લાઈટ જતી હોય કે કોઈ મોટી વસ્તુ પડતી હોય તેવું લાગ્યું હતું. ખગોળશાસ્ત્રીનું કહેવું છે કે આ ખગોળીય ઘટના છે. આને ઉલ્કાનો ફાયરબોન કહી શકીએ. કારણ કે,જ્યારે ઉલ્કાનો મોટો ટુકડો આકાશની અંદર પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે,ત્યારે ઘર્ષણથી સળગે છે. મોટાભાગે તે આકાશમાં જ બળીને ખાખ થઈ જતો હોય છે. પરંતુ બળતા પહેલા તેના નાના-નાના ટૂકડાઓ થતા હોય છે. જ્યારે ઉલ્ટાનો વિસ્ફોટ થાય છે ત્યારે મોટો પ્રકાશ દેખાય છે.