ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

કચ્છના બન્ની વિસ્તારમાં રાજ્યનું પ્રથમ “ચિત્તા સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર” બનાવવા કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે

કચ્છના બન્ની વિસ્તારમાં રાજ્યનું પ્રથમ “ચિત્તા સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર” બનાવવા કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે ત્યારે આ કેન્દ્ર અંગે અભ્યાસ માટે વન્યજીવ સાથે જોડાયેલા રાજ્યના અધિકારીઓએ મધ્યપ્રદેશના કુનો-પાલપુર રાષ્ટ્રીય પાર્કની મુલાકાત લઈ વિગતો મેળવી છે. આ તરફ પ્રાણીઓ અને યાયાવર પક્ષીઓ માટે ગુજરાત સુરક્ષિત રાજ્ય બન્યું છે. વન્યજીવ વસતિ અંદાજ અને ગણતરી મુજબ, વર્ષ 2023માં રાજ્યમાં નીલગાય, કાળિયાર સહિત અંદાજે 21 પ્રજાતિઓની નવ લાખ 53 હજારથી વધુ વસતિ નોંધાઈ હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. છેલ્લા 14 વર્ષમાં થોળ અને નળ-સરોવર પક્ષી અભયારણ્યમાં જળપ્લાવિત વિસ્તારના યાયાવર પક્ષીઓની સંખ્યા 18થી 20 લાખ સુધી પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે ચોથી ડિસેમ્બરે વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસની ઉજવણી કરાશે. આ દિવસે લુપ્ત થતાં વન્યજીવો અને પક્ષીઓને બચાવવા લોકોને જાગૃત કરવા દેશભરમાં વિશેષ કાર્યક્રમ યોજાશે.