કચ્છના ગાંધીધામ ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ એસ. ટી બસમથકનું ખાતમુહૂર્ત અને માતાના મઢ બસ મથકનું ઈ-ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે રાજ્ય સરકાર કચ્છના છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ પરિવહન સેવા પહોંચાડવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું, નવા બસમથક મુસાફરો માટે સુવિધાનું કેન્દ્ર બનશે.
આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિકાસના વધુ એક આયામ માટે લોકોને શુભેચ્છાઓ પાઠવી. સાથે જ તેમણે બસમથકનું કામ ઝડપથી પૂર્ણ કરી તેને કાર્યરત્ કરવાની ખાતરી આપી.
Site Admin | ડિસેમ્બર 29, 2025 3:18 પી એમ(PM)
કચ્છના ગાંધીધામ ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ એસ. ટી બસમથકનું ખાતમુહૂર્ત અને માતાના મઢ બસ મથકનું ઈ-ખાતમુહૂર્ત કર્યું.