રાજ્ય સરકારે કચ્છના ખડીર વિસ્તારમાં નર્મદાનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે સરકારે 451 કરોડ રૂપિયાથી વધુની રકમને મંજૂરી આપી છે. આ અંગે જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું, આ આયોજનથી ખડીર વિસ્તારના 194 તળાવ અને છ નાની સિંચાઈ યોજનાઓમાં પાણી પહોંચશે. તેનાથી ઐતિહાસિક ધોળાવીરા સહિત 10 ગામની પાંચ હજાર 492 હૅક્ટર જમીન નવ પલ્લવિત થશે.
ભચાઉ તાલુકાના ખડીર વિસ્તાર માટે પાણીની સમસ્યાના નિવારણ અને ભૂગર્ભ જળનો ઉપયોગ ઘટાડી ભૂગર્ભ જળ સપાટી ઉપર લાવવા નર્મદાના પૂરના વધારાના પાણીને પાઈપલાઈન દ્વારા પહોંચાડવા આ નિર્ણય કરાયો હોવાનું શ્રી બાવળિયાએ જણાવ્યું હતું.
Site Admin | ઓક્ટોબર 10, 2025 7:16 પી એમ(PM)
કચ્છના ખડીર વિસ્તારમાં નર્મદાનું પાણી પહોંચાડવા સરકારે 451 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી