સપ્ટેમ્બર 11, 2024 7:22 પી એમ(PM)

printer

કચ્છના અબડાસા અને લખપતમાં શંકાસ્પદ તાવના કારણે 11 લોકોના મોત થયા હોવાની રાજ્ય સરકારે પુષ્ટી કરી

રાજ્ય સરકારે કચ્છના અબડાસા અને લખપતમાં શંકાસ્પદ તાવના કારણે 11 લોકોના મોતની પુષ્ટી કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે કચ્છની મુલાકાત દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાજ્ય સરકારે દર્દીઓની સારવાર અને સ્વાસ્થયમાં ઝડપી સુધાર માટે પૂરતી વ્યવસ્થા કરી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓની વિવિધ ટુકડીઓ ઘરેઘરે જઈ સરવે કરી રહી છે.
જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફૂલ પાનશેરિયા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે આરોગ્યમંત્રીએ પણ લખપત અને અબડાસાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.