કંબોડિયામાં નકલી એજન્ટો દ્વારા છેતરપિંડી કરીને નોકરીની તક સાથે સંકળાયેલા સાયબર ગુનાઓમાં પકડાયેલા 67 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. ફ્નોમપેન્હમાં ભારતીય દૂતાવાસ અને કંબોડિયન પોલીસ હવે આ નાગરિકોને પરત લાવવાની તૈયારી કરી રહી છે.30 સપ્ટેમ્બરે 15 નાગરિકો ભારત જવા રવાના થઈ ચૂક્યા છે અને 1 ઓક્ટોબરે 24 વધુ નાગરિકોભારત જવા રવાના થયા છે. બાકીના 28 નાગરિકોને આગામી થોડા દિવસોમાં ભારત લાવવામાં આવશે. દૂતાવાસે તેના નિવેદનમાં કહ્યું કેતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને સાયબર ગુનાઓથી પ્રભાવિત તેના નાગરિકોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ભારતીય નાગરિકોને કંબોડિયા અને અન્ય દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં શંકાસ્પદ એજન્ટો અને સોશિયલ મીડિયા દ્વારા નોકરીની તકો મેળવવામાં અત્યંત સાવધાની રાખવાની સલાહઆપી હતી. દૂતાવાસે જાન્યુઆરી 2022 થી એક હજારથી વધુ ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લાવવાની સુવિધા આપી છે.
Site Admin | ઓક્ટોબર 2, 2024 7:29 પી એમ(PM)
કંબોડિયામાં નકલી એજન્ટો દ્વારા છેતરપિંડી કરીને નોકરીની તક સાથે સંકળાયેલા સાયબર ગુનાઓમાં પકડાયેલા 67 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે
