ઓગસ્ટ 4, 2025 7:41 એ એમ (AM)

printer

કંડલા મેગાવોટ-સ્કેલ પર સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન સુવિધા ધરાવતું પ્રથમ ભારતીય બંદર બનતા- પ્રધાનમંત્રીએ તેને ટકાઉપણા માટેનું ઐતિહાસિક પગલું લેખાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કંડલા બંદર વિસ્તારમાં ભારતના પ્રથમ મેક-ઇન-ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટના કાર્યરત થવાને ટકાઉપણું તરફનું એક ઐતિહાસિક પગલું ગણાવ્યું છે.સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું, “આ એક પ્રશંસનીય પ્રયાસ છે, જે ટકાઉપણાને પ્રોત્સાહન આપે છે અને આપણા નેટ-ઝીરો વિઝનને શક્તિ આપે છે.” આ સાથે, કંડલા મેગાવોટ-સ્કેલ પર સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન સુવિધા ધરાવતું પ્રથમ ભારતીય બંદર બન્યું છે, જે નવીનીકરણીય ઊર્જા અને ટકાઉ માળખાગત સુવિધાઓમાં ગુજરાતની વધતી જતી ભૂમિકાને રેખાંકિત કરે છે