કંડલાના દિનદયાળ બંદરની જેટી નજીક કેમિકલ ખાલી કરી જઈ રહેલા જહાજમાં વિસ્ફોટ થતાં આગ દુર્ઘટના સર્જાઇ હતી. અમારા કચ્છના પ્રતિનીધી હેમાંગ પટણી જણાવે છે કે જહાજમાં વિસ્ફોટ થયા બાદ જહાજ એક તરફ નમી ગયું હતું. આ દુર્ઘટનામાં ચાલકદળના 21 સભ્યોને તટ રક્ષકની ટુકડીએ બચાવી લીધા હતા. હોંગકોંગના આ જહાજની દુર્ઘટના અંગે વધુ તપાસ હાથ ધરાશે
Site Admin | જુલાઇ 7, 2025 9:03 એ એમ (AM)
કંડલા બંદર પર કેમિકલ ભરેલા જહાજમાં વિસ્ફોટ થતાં લાગેલી આગમાં ફસાયેલા ચાલકદળના 21 સભ્યોને તટ રક્ષકની ટુકડીએ બચાવ્યા