ડિસેમ્બર 15, 2025 8:06 એ એમ (AM)

printer

ઓસ્ટ્રેલિયામાં, સિડનીના બોન્ડી બીચ પર થયેલા ગોળીબારમાં મૃત્યુઆંક વધીને 15 થયો – દુઃખની ઘડીમાં ભારત ઓસ્ટ્રેલિયાની પડખે..

ઓસ્ટ્રેલિયામાં, યહૂદીઓના હનુક્કાહના તહેવારના પહેલા દિવસે સિડનીના બોન્ડી બીચ પર થયેલા ગોળીબારમાં મૃત્યુઆંક વધીને 15 થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયન પોલીસે આ ગોળીબારને આતંકવાદી ઘટના ગણાવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કથિત ગોળીબાર કરનારા પિતા અને પુત્ર હતા, જેમની ઉંમર 50 અને 24 વર્ષ છે. પિતાનું મૃત્યુ થયું છે, અને પુત્ર હોસ્પિટલમાં દાખલ છે અને પોલીસ કસ્ટડીમાં છે. બે પોલીસ અધિકારીઓ સહિત 42 લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળેથી છ હથિયારો અને બે ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણો મળી આવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ દુઃખની ઘડીમાં ભારત ઓસ્ટ્રેલિયાના લોકોની સાથે ઉભું છે. શ્રી મોદીએ કહ્યું કે ભારત આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા ધરાવે છે અને આતંકવાદના તમામ સ્વરૂપો સામેની લડાઈને સમર્થન આપે છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પણ આતંકવાદી હુમલાની નિંદા કરી અને કહ્યું કે ભારત પીડિતો અને તેમના પરિવારોની પડખે ઊભું છે.