ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 3, 2025 9:24 એ એમ (AM)

printer

ઓસ્ટ્રેલિયામાં સંસદીય ચૂંટણી માટે ચાલી રહેલું મતદાન

ઓસ્ટ્રેલિયામાં સંસદીય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની તમામ 150 બેઠકો અને સેનેટની 76 માંથી 40 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.શાસક લેબર પાર્ટીના વર્તમાન પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ બીજા કાર્યકાળ માટે ફરીથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો કન્ઝર્વેટિવ લિબરલ-નેશનલ ગઠબંધનના નેતા પીટર ડટન સામે છે. આ ઉપરાંત ગ્રીન્સ પાર્ટીના નેતા એડમ બેન્ડટ પણ ચૂંટણી મેદાનમાં છે. મોટી સંખ્યામાં નાના પક્ષો પણ ચૂંટણી લડી રહ્યા છે.સત્તાવાર પરિણામોમાં ઘણા દિવસો લાગી શકે છે. નવ વર્ષ પછી 2022 માં લેબર પાર્ટી સત્તામાં પાછી આવી હતી.