પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના ઉત્તરી કિનારા તરફ આગળ વધી રહેલું ઉષ્ણકટિબંધીય ચક્રવાત હેલી હવે શ્રેણી ચારના તોફાનમાં પરિવર્તિત થઇ ગયું છે. ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ચક્રવાત આજે કિમ્બર્લી પ્રદેશમાં ગંભીર અસર કરે તેવી શક્યતા છે.
ડર્બી સહિતના વિસ્તારમાં 170 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ખૂબ જ વિનાશક પવન ફૂંકાવાની તેમજ અચાનક પૂર આવવાની હવામાન વિભાગે આગાહી કરી છે ભારે વરસાદથી અચાનક પૂર આવી શકે છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગે જણાવ્યું હતું કે માનવ જીવન અને ઘરો માટે સંભવિત ખતરાને કારણએ લોકોએ તાત્કાલિક સલામતીના પગલાં લેવા જરૂરી છે.
Site Admin | ડિસેમ્બર 30, 2025 2:14 પી એમ(PM)
ઓસ્ટ્રેલિયામાં વાવાઝોડાને કારણે લોકોને સ્થળાંતર કરવા તંત્રની અપીલ