જંગલોમાં વિકરાળ આગને કારણે ઓસ્ટ્રેલિયામાં, દક્ષિણપૂર્વીય રાજ્ય વિક્ટોરિયાના કેટલાક ભાગોના લોકોને અધિકારીઓએ સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે. આપત્કાલિન મેનેજમેન્ટ કમિશનર ટિમ વેઇબુશે જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોએ આવતીકાલ સુધીમાં સ્થળાંતર કરવું જોઈએ. અગ્નિશમન સત્તાએ મધ્ય, ઉત્તરી, ઉત્તરપશ્ચિમ અને દક્ષિણપશ્ચિમ વિક્ટોરિયાના ચાર વિસ્તારો માટે સૌથી વધુ આગના ભયનું રેટિંગ જાહેર કર્યું છે. રાજ્યના બાકીના ભાગો માટે ખૂબ જ ઉચ્ચ આગનો ભય જાહેર કરવામાં આવ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, નવેમ્બર 2019 પછી આ પહેલી વાર છે જ્યારે વિક્ટોરિયાના આટલા બધા વિસ્તારો એક જ સમયે આગના ઉચ્ચ જોખમમાં છે.
Site Admin | જાન્યુઆરી 8, 2026 1:52 પી એમ(PM)
ઓસ્ટ્રેલિયામાં, દક્ષિણ-પૂર્વ રાજ્ય વિક્ટોરિયાના કેટલાક ભાગોમાં જંગલમાં બેકાબૂ આગથી લોકોને સ્થળાંતર કરાવવાનો આદેશ