ઓસ્ટ્રેલિયામાં, આજે સવારે સિડનીના બોન્ડી બીચ પર યહૂદીઓના એક કાર્યક્રમ દરમ્યાન બંદૂકધારીઓએ કરેલા ગોળીબારમાં એક બંદૂકધારી સહિત 12 ના મોત થયા છે. એક નિવેદનમાં, પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીસએ આ ઘટનાને આઘાતજનક અને દુઃખદ ગણાવી.
ઇઝરાયલના વિદેશમંત્રી ગિડીઓન સાઆરે કહ્યું કે તેઓ આ હુમલાથી સ્તબ્ધ છે. તેમણે ઘટનાને છેલ્લા બે વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં યહૂદી વિરોધી હિંસાનું પરિણામ ગણાવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ આતંકવાદી હુમલાની કડક નિંદા કરતાં સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે, ભારત આ દુઃખની ઘડીમાં ઓસ્ટ્રેલિયાના લોકો સાથે એકતામાં ઉભું છે.
ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર આતંકવાદી હુમલાની વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે કડક નિંદા કરતાં સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે ભારત પીડિતો અને તેમના પરિવારો સાથે સંવેદના ધરાવે છે
Site Admin | ડિસેમ્બર 14, 2025 7:47 પી એમ(PM)
ઓસ્ટ્રેલિયામાં આતંકવાદી હુમલામાં 12 ના મોત – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યકત કર્યું.