ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. સ્ટાર્કે T-20 ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાના બીજા સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે સ્થાન મેળવ્યું.
તેમણે જણાવ્યુ કે તેઓ તેમની ટેસ્ટ અને વનડે કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. 2012માં પાકિસ્તાન સામે શરૂ થયેલી T-20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં રમેલી 65 મેચમાં સ્ટાર્કે 7.74ના ઇકોનોમી રેટથી 79 વિકેટ લીધી હતી. છ T-20 વર્લ્ડ કપમાંથી તેઓ પાંચમાં રમ્યા હતા જો કે ઈજાને કારણે 2016માં તેઓ રમી શક્ય ન હતા. 2021માં દુબઈમાં ઓસ્ટ્રેલિયાની ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમમાં તેઓ સામેલ હતા.
Site Admin | સપ્ટેમ્બર 2, 2025 1:53 પી એમ(PM)
ઓસ્ટ્રેલિયાના ટોચના ક્રિકેટર મિચેલ સ્ટાર્કની ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિ
