ક્રિકેટમાં, ઓવલ ખાતે રમાઈ રહેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. મેચના પાંચમા દિવસે, આજે ઇંગ્લેન્ડ આજે છ વિકેટે 339 રને પોતાનો બીજો દાવ આગળ રમશે. ઇંગ્લેન્ડને જીતવા માટે ફક્ત 35 રનની જરૂર છે, જ્યારે ભારતે જીતવા માટે બાકીની ચાર વિકેટ લેવાની રહેશે.બીજા દાવમાં 374 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, ઇંગ્લેન્ડના હેરી બ્રુકે 111 અને જો રૂટે 105 રન બનાવી ટીમને મજબૂત સ્થિતિમાં લાવી હતી. જોકે, ગઈકાલે દિવસના અંતે ભારતીય ટીમે માત્ર 36 રનમાં ત્રણ વિકેટ ઝડપીને મેચમાં વાપસીની આશા જીવંત કરી હતી. ભારતીય બોલરોમાં, મોહમ્મદ સિરાજે બે, જ્યારે પ્રસિદ કૃષ્ણાએ ત્રણ વિકેટ ઝડપી હતી. યશસ્વી જયસ્વાલના 118 રન અને આકાશદીપ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની મહત્વપૂર્ણ અડધી સદીની મદદથી ભારતે બીજા દાવમાં 396 રનનો સ્કોર બનાવ્યો. જોશ ટોંગે પાંચ વિકેટ ઝડપી હતી જ્યારે ગુસ એટકિન્સને ત્રણ વિકેટ લીધી હતી.અગાઉ પ્રથમ દાવમાં ભારતના 224 રનના જવાબમાં, ઇંગ્લેન્ડ 247 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારત હાલમાં પાંચ મેચની આ શ્રેણીમાં ૧-૨થી પાછળ છે.
Site Admin | ઓગસ્ટ 4, 2025 7:39 એ એમ (AM)
ઓવલ ટેસ્ટ જીતવા ભારત અને ઇંગ્લેડ વચ્ચે આજે ખરાખરીનો મુકાબલો
