ક્રિકેટમાં, આજે લંડનના ઓવલ પર રમાઇ રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચના ચોથા દિવસ પર સૌની નજર છે. આ મેચ જીતવા બંને ટીમો એડીચોટીનું જોર લગાવી રહી છે ત્યારે આજનો ચોથો દિવસ રોમાચંક રહેશે..
આજે યજમાન ટીમ 1 વિકેટે 50 રનના સ્કોર પર પોતાનો બીજો દાવ ફરી શરૂ કરશે, ભારત દ્વારા નિર્ધારિત 374 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા માટે તેને 324 રનની જરૂર છે. મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3:30 વાગ્યે શરૂ થશે.
અગાઉ, ભારતે પોતાની બીજી ઇનિંગમાં 396 રન બનાવ્યા હતા, જેમાં યશસ્વી જયસ્વાલના શાનદાર 118 રન અને આકાશ દીપ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની મહત્વપૂર્ણ અડધી સદીનો સમાવેશ થતો હતો. જોશ ટોંગે પાંચ વિકેટ ઝડપીને ઇંગ્લેન્ડના બોલિંગ આક્રમણનું નેતૃત્વ કર્યું હતું, જ્યારે ગુસ એટકિન્સને ત્રણ વિકેટ લીધી હતી.
Site Admin | ઓગસ્ટ 3, 2025 1:54 પી એમ(PM)
ઓવલ ટેસ્ટ જીતવા ભારત અને ઇંગ્લેડની ટીમો આજે એડિચોટીનું જોર લગાવશે
