ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને રવિવારે એએફસી મહિલા એશિયન કપ 2026 માટે ક્વોલિફાય કરવા બદલ ભારતીય મહિલા ફૂટબોલ ટીમને 50 હજાર અમેરિકી ડોલર આશરે 42 લાખ 75 હજાર રૂપિયાના ઈનામની જાહેરાત કરી. મહિલા ટીમે શનિવારે ગ્રુપ સ્ટેજની અંતિમ મેચમાં યજમાન અને ઉચ્ચ ક્રમાંકિત થાઇલેન્ડને 2-1થી હરાવીને ઓસ્ટ્રેલિયામાં આગામી વર્ષે યોજાનાર એશિયન કપ માટે ક્વાલિફાય કર્યું.
આ પહેલા, ભારતે મંગોલિયાને 13-0, તિમોર-લેસ્ટેને 4-0 અને ઇરાકને 5-0થી હરાવીને શાનદાર જીત નોંધાવી.આવતા વર્ષે યોજાનારા એશિયન કપ મહિલા વર્લ્ડ કપ 2027 અને લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 માટે ક્વોલિફાયર તરીકે પણ કામ કરશે.
Site Admin | જુલાઇ 7, 2025 1:40 પી એમ(PM)
ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને રવિવારે એએફસી મહિલા એશિયન કપ 2026 માટે ક્વોલિફાય કરવા બદલ ભારતીય મહિલા ફૂટબોલ ટીમને 50 હજાર અમેરિકી ડોલર આશરે 42 લાખ 75 હજાર રૂપિયાના ઈનામની જાહેરાત કરી
