એપ્રિલ 4, 2025 7:47 પી એમ(PM)

printer

ઓલ ઈન્ડિયા પોલીસ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ગુજરાત પોલીસની શૂટિંગ ટીમે ત્રણ કાંસ્ય ચંદ્રક જીત્યા

૧૮મી ઓલ ઈન્ડિયા પોલીસ શૂટિંગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ગુજરાત પોલીસની શૂટિંગ ટીમે ત્રણ કાંસ્ય ચંદ્રક જીત્યા છે. ઇન્દોર ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં પીઆઈ લજ્જા ગોસ્વામીએ ૩૦૦ મીટર ૩ પોઝિશન રાઈફલ, વ્યક્તિગત અને ૫૦ મીટર ૩ પોઝિશન રાઈફલ, વ્યક્તિગત સ્પર્ધામાં અને પીએસઆઈ સિયા તોમરે ૩૦૦ મીટર પ્રોન રાઈફલ વિભાગમાં આ ચંદ્રક મેળવ્યા છે.