નવી દિલ્હી સ્થિત ઓલ-ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA) દ્વારા આજથી ત્રણ દિવસ સુધી રાષ્ટ્રીય સેમિનાર ‘શલ્યકોન 2025’નું આયોજન કરાયું છે. દર વર્ષે 15 જુલાઈના રોજ શસ્ત્રક્રિયાના પ્રણેતા આચાર્ય સુશ્રુતની યાદમાં યોજાતી સુશ્રુત જયંતિની ઉજવણીનાં ભાગ રૂપે આયોજિત આ સેમિનારમાં જનરલ સર્જરી, એનોરેક્ટલ સર્જરી અને યુરોસર્જિકલ કેસ સહિત લાઇવ સર્જિકલ પ્રદર્શનો રજૂ કરવામાં આવશે.પ્રથમ દિવસે, દસ જનરલ એન્ડોસ્કોપિક લેપ્રોસ્કોપિક સર્જરી કરવામાં આવશે. બીજા દિવસે સોળ એનોરેક્ટલ સર્જરી અને અંતિમ દિવસે 200 થી વધુ મૌખિક અને પોસ્ટર પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવશે.નવીનીકરણ, સંકલન અને પ્રેરણાના વિષયવસ્તુ ધરાવતી શલ્યકોન 2025માં ભારત અને વિદેશના 500થી વધુ પ્રખ્યાત વિદ્વાનો, સર્જનો, સંશોધકો અને શિક્ષણવિદો ભાગ લેશે તેવી અપેક્ષા છે.
Site Admin | જુલાઇ 13, 2025 8:45 એ એમ (AM)
ઓલ-ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA) દ્વારા આજથી નવી દિલ્હીમાં ત્રણ દિવસ સુધી રાષ્ટ્રીય સેમિનાર ‘શલ્યકોન 2025’નું આયોજન