ઓલિમ્પિક સ્પર્ધાનો ફ્રાન્સના પેરિસમાં આજે રાત્રે 11 વાગ્યાથી આરંભ થશે – મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના 3 સહિત તમામ ભારતીય ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી

રમત ક્ષેત્રે પ્રતિષ્ઠિત ઓલિમ્પિક સ્પર્ધાનો ફ્રાન્સના પેરિસમાં આજથી આરંભ થશે. ભારતીય સમય મુજબ આજે રાત્રે 11 વાગ્યે ઓલિમ્પિક સ્પર્ધાનો ઉદઘાટન સમારંભ સેન નદી ખાતે યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ગુજરાતના 3 ખેલાડીઓ હરમીત દેસાઇ, માનવ ઠક્કર અને ઇલાવેનિલ વાલારિવાન ઉપરાંત તમામ ભારતીય ખેલાડીઓને સમગ્ર ગુજરાત વતી જ્વલંત સફળતાની શુભેચ્છાઓ પાઠવી છે.