મહારાષ્ટ્ર સરકારે ઓલા અને ઉબેર જેવી એપ-આધારિત કેબ સેવાઓ માટેની નીતિને જાહેર કરી છે.
આ નીતિમાં ભાડા, ડ્રાઇવર તાલીમ, EV અપનાવવા, તેમજ રદ કરવા બદલ નાણાકીય દંડ માટેના નિયમો રજૂ કરવામાં આવ્યા છે.
મંગળવારે જારી કરાયેલા અને રાજ્ય મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલા એક સરકારી ઠરાવમાં રાઇડર્સ અને ડ્રાઇવરો બંને માટે વાજબી પ્રથાઓ અને સરળ અનુભવ સુનિશ્ચિત કરવાના હેતુથી નિયમનકારી માળખાની રૂપરેખા આપવામાં આવી છે.
Site Admin | મે 22, 2025 10:05 એ એમ (AM)
ઓલા ઉબર જેવી એપ આધારિત ટેક્સી સેવા માટે મહારાષ્ટ્ર સરકારે નવી નીતિ જાહેર કરી