જૂન 27, 2025 9:13 એ એમ (AM)

printer

ઓરિસ્સાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો – અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો

પુરીમાં રથ ઉત્સવ તરીકે ઓળખાતા સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી મોટી વાર્ષિક રથયાત્રાનો આરંભ થશે. દેશ અને દુનિયામાં લાંબા સમયથી રાહ જોવાતા હિન્દુ તહેવારોમાંનો એક છે. જૂન-જુલાઈમાં ઉજવાતો આ પ્રખ્યાત તહેવાર ત્યારે શરૂ થાય છે જ્યારે ભગવાન જગન્નાથ અને તેમના મોટા ભાઈ ભગવાન બલભદ્ર અને નાની બહેન દેવી સુભદ્રા રથમાં સવાર થઈ ભક્તોને દર્શન આપવા અને તેમના જન્મસ્થળ, ગુંડિચા મંદિરની મુલાકાત લેવા માટે જાય છે. માન્યતા પ્રમાણે ભગવાન ગુંડિચા મંદિરમાં નવ દિવસનો રોકાણ કરે છે. ત્રણ ભવ્ય રથ તૈયાર છે અને જગન્નાથ મંદિરના સિંહ દ્વારની સામે પાર્ક કરવામાં આવ્યા છે. હાલમાં, મંદિરની અંદર ભગવાનની ધાર્મિક વિધિઓ ચાલી રહી છે. ભગવાન જાહેર જનતા સમક્ષ આવશે, તેથી આ દિવસ અસાધારણ છે, જે ભક્તોને આકર્ષિત કરે છે