ઓમાનના વિદેશ મંત્રાલયે, ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ વાટાઘાટોના બીજા તબક્કામાં તેની મધ્યસ્થી યથાવત રાખવાની પુષ્ટિ કરી છે. આ વાટાઘાટો આવતીકાલે રોમમાં શરૂ થશે. ઓમાનના વિદેશ મંત્રાલયે બંને પક્ષો વચ્ચે ન્યાયી, બંધનકર્તા અને સ્થાયી કરારની આશા વ્યક્ત કરી છે. મંત્રાલયે આ બેઠકનું આયોજન કરવામાં ઇટાલી સરકારના સહયોગની પણ પ્રશંસા કરી.અમેરિકા અને ઈરાન વચ્ચે 12 એપ્રિલના રોજ ઓમાનમાં પ્રથમ તબક્કાની વાતચીત થઈ હતી. બંને દેશોએ કહ્યું છે કે, વાતચીત સકારાત્મક અને રચનાત્મક રહી.
Site Admin | એપ્રિલ 18, 2025 9:59 એ એમ (AM)
ઓમાનના વિદેશ મંત્રાલયે, ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ વાટાઘાટોના બીજા તબક્કામાં તેની મધ્યસ્થી યથાવત રાખવાની પુષ્ટિ કરી
